આજે 8:30 વાગ્યાં સુધીમાં ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Rain forecast : હવામાન વિભાગે આપેલ માહિતી અનુસાર ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે. જ્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ખેડા, દાહોદ, મહીસાગર, સુરત સહિતના વિસ્તારોના વાતાવરણમાં જોવા મળ્યો છે અને વરસાદ પણ શરૂ થયો છે. ઘણી જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.

Paresh Goswami

8:30 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં આગાહી – Rain forecast

હવામાન વિભાગે આજે સાંજે 8:30 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બોટાદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, ગીર સોમનાથ, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : આજે ગુજરાતના 15 જીલ્લામાં ભુકકા બોલાવશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ થયો છે. ઉમરપાડા, વડપાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

Rain forecast : છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ પડતાં અસહ્ય ગરમીથી રાહત અનુભવાઈ છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત થઈ છે.

આ પણ વાચો : આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગીર સોમનાથના ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે. તુલસીશ્યામ આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ થયો છે. તુલસીશ્યામ, ધોકડવા, જશાધાર, વડલી, મોતિસર, બેડીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે.

ખેડા જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે. ભારે બફારા બાદ ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે. માતર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભલાડા, વસઈ, માલાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ પણ વાચો : આજે 14 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ભાવનગર જિલ્લાનાં પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સિહોર, સોનગઢ સહિતનાં વિસ્તારમાં મીની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો છે. મહીસાગર જિલ્લાના હવામાનમાં પણ પલટો આવ્યો છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
8:30 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં આગાહી

હવામાન વિભાગે આજે સાંજે 8:30 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment