Rain forecast : ભારે ગરમી વચ્ચે અંબાલાલ પટેલે રાહત ના સમાચાર આપ્યા છે. તેમણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી થવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 28 અને 29 તારીખે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મે મહિનાની શરૂઆતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે. અખાત્રીજ આસપાસમાં પ્રીમન્સ એક્ટિવિટી વધવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આ પણ વાચો : 24 કલાક ભારે વરસાદ! ગુજરાતમાં કયાં કયાં જિલ્લાઓમાં વરસાદની આગાહી
16 જિલ્લામાં વરસાદની આગાહી!
અંબાલાલ પટેલે ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી કરવામાં આવી છે. સાથે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરાવી છે. આ ઉપરાંત પ્રિ મોન્સુન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુગાવાની શક્યતા છે. 24 કલાક બાદ ફરી વાતાવરણ સૂકુ થવાની આગાહી કરવામાં આવે છે.
આ પણ વાચો : Weather Forecast: આજથી હવામાનમાં જોરદાર પલટો, આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું
મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ
Rain forecast : અંબાલાલ પટેલે કહ્યું કે, અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 29 તારીખ આસપાસ આવવાની શક્યતા છે. આ વખતે પણ ઓમાન દુબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેની અસરથી વેસ્ટન ડીસ્ટબન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 29 એપ્રિલ અને મેની શરૂઆત આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે.
આ પણ વાચો : બે દિવસ બાદ પરેશ ગોસ્વામીની તાપમાન ફરી બદલાવાની આગાહી
અંબાલાલ પટેલની વાતાવરણને લઇ આગાહી
અંબાલાલ પટેલે વાતાવરણને લઈને જણાવ્યું કે, પશ્ચિમ વેસ્ટન ડીસ્ટબન્સ મજબૂત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં દેખાવાની શરૂઆત થઈ શકે છે. અરબસાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી. પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધવાની શક્યતા છે. ગંગા અને જમના મેદાન તપવાની શક્યતા છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જે ચોમાસા અંગે સારા સંકેત સ્વરૂપે ગણવામાં આવે છે. પશ્ચિમ હિંદ મહાસાગર પણ ગરમ રહેવાની શક્યતા રહેલી છે. હવે ઉપલા પવન સાનુકૂળ થતા પ્રિ મોન્સુન એક્ટિવિટી વધુ થતી જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે વાતાવરણને લઈને જણાવ્યું કે, પશ્ચિમ વેસ્ટન ડીસ્ટબન્સ મજબૂત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં દેખાવાની શરૂઆત થઈ શકે છે.