Rain forecast : મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને માવઠાની આગાહી છે. આજે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દિવસોમાં 45 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા રહેશે.

આજે ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી? – Rain forecast
આજે 2 એપ્રિલ નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આવી રહ્યું છે સીઝનનું પહેલું વાવાઝોડું, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં વરસાદની આગાહી?
3 એપ્રિલનાં રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 1, 2 અને 3 તારીખમાં ભારે આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા?
દક્ષિણ ગુજરાતમાં વાદળો છવાયા – Rain forecast
વાતાવરણમાં પલટા વચ્ચે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ બન્યું છે. એક તરફ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો સુરત, વલસાડ, દમણ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ જેવા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળ્યું છે. સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે 2 એપ્રિલ નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.