rain Forecast : હવામાનની આગાહી કરતા જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમીની સંભાવનાઓ અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી વ્યક્ત કર્યા પછી હવે પ્રી-મોન્સુન એક્ટિવિટીની આગાહી કરી છે. જેમાં તેમણે ગુજરાતમાં ક્યારે અને ક્યાં એક્ટવિટીની અસર થઈ શકે છે તે અંગેની માહિતી જણાવી છે.
અંબાલાલ પટેલ જણાવે છે કે, હવે પ્રી-મોન્સુન એક્ટિવિટી જોર પકડતી જશે, ગુજરાતમાં ઘણાં ભાગોમાં આંધી-વંટોળ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગના ભાગોમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે.
આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
4 જૂન સુધી ક્યાં કયા આગાહી? – rain Forecast
rain Forecast : અંબાલાલ જણાવે છે કે, 4 જૂન સુધીમાં વડોદરા, ધંધૂકા, ભાવનગર, નડિયાદ, આણંદ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : 28, 29 અને 30 તારીખમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
આ સાથે અંબાલાલ પટેલે પંચમહાલ, ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારે આંધી-વંટોળ થવાની પણ આગાહી કરી છે.
આ પણ વાચો : આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં આગાહી? જાણો હવામાન વિભાગની આગાહી
રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધી નિયમિત રહેવાની આગાહી છે. જોકે, હાલમાં આકાશ ધીરે-ધીરે ગર્ભવા લાગ્યું છે. અંબાલાલે જણાવ્યું છે કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
4 જૂન સુધીમાં વડોદરા, ધંધૂકા, ભાવનગર, નડિયાદ, આણંદ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા છે.