Rain forecast : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ તેને લગભગ અઠવાડિયું થઈ ગયું છે, છતાં રાજ્યમાં કેટલાય જિલ્લામાં રોજ વરસાદ પડે છે અને હજુ ચાર દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે.

ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝાપટાં પડ્યાં છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ વ્યાપક વરસાદ છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરમાં ભારે વરસાદ
અમદાવાદસ્થિત હવામાન વિભાગના આંકડા પ્રમાણે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. આ ઉપરાંત બંગાળની ખાડી ઉપર પણ અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન છે, તે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
આગામી ચોવીસ કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જે 27 સપ્ટેમ્બરની સવારી ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાને પાર કરશે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 27 સપ્ટેમ્બર, શનિવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડશે, બે સિસ્ટમ સક્રિય થતાં IMDની ભારે આગાહી
28 તારીખની આગાહી
28 સપ્ટેમ્બર, રવિવારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અન દીવમાં છૂટાંછવાયાં સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડશે
સોમવાર, 29 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમ કે સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે.
રાજ્યના બાકીના ભાગોમાં સોમવારે હળવો વરસાદ પડી શકે છે. તેમાં કચ્છ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીનો સમાવેશ થાય છે.
30 તારીખની આગાહી
30 સપ્ટેમ્બર, મંગળવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગના ડેટા પ્રમાણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ કોઈ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |