Rain forecast : દેશના અનેક રાજ્યોમાં ભૂક્કા કાઢી નાખે એવી ગરમી અનુભવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 26 માર્ચ સુધી દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરી છે.
ગરમ અને ભેજવાળા હવામાન વિશે વાત કરતા IMDએ જણાવ્યું હતું કે, તે આગામી 4 દિવસમાં રાયલસીમા, કેરળ, માહે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યારે આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ચાલુ રહેવાની શક્યતા રહેલી છે.
23 થી 26 માર્ચમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 23 માર્ચ થી 26 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીની શક્યતા સાથે આગાહી કરાઈ છે. આ સિવાય આસામ અને મેઘાલયમાં 23 માર્ચે અને 25 માર્ચે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલે હોળી પછી કેવા પલટા આવી શકે છે તે અંગેની આગાહી કરી
તમિલનાડુમાં IMDએ આગાહી કરી છે કે, દક્ષિણ તમિલનાડુમાં એકાદ બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે કર્ણાટકમાં IMD એ કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
24 તારીખની આગાહી
Rain forecast : હવામાન વિભાગે 24 માર્ચે પંજાબ અને હરિયાણામાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. IMD એ 23 માર્ચ થી 24 માર્ચના રોજજમ્મુ, કાશ્મીર, લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવાઝોડા, હિમવર્ષા અને વીજળી સાથે હળવા વરસાદની શક્યતા સાથે આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 22 તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં આગાહી કરાઈ?
ખાસ નોંધ લેવી : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
24 માર્ચના રોજજમ્મુ, કાશ્મીર, લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવાઝોડા, હિમવર્ષા અને વીજળી સાથે હળવા વરસાદની શક્યતા સાથે આગાહી કરવામાં આવી છે.