Rain with thunder : રાજ્યમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે પણ 16 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
આજે 13 તારીખના રોજ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામ આવી છે. જેમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમીનો એહસાસ થઈ શકે છે જોકે બપોર પછી પવન ફુંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળશે.
આ પણ વાચો : ગુજરાતમાં 18 થી 22 જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન, જાણો નવી વરસાદની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
આવતી કાલે વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળશે. વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. સાથે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અગત્યની લિંક – Rain with thunder
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |