Monsoon 2024 Gujarat : ભારતીય હવામાન વિભાગ દ્વારા હાલમાં જ આ વર્ષે 2024નું ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દેવાયુ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વર્ષે ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં દસ્તક આપી શકે છે અને સપ્ટેમ્બર સુધી ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
જો કે ખેડૂતો માટે સારો વરસાદ આર્થિક રીતે ફાયદાકારક રહી શકે છે. પરંતુ વધુ પડતો વરસાદ પણ ખેડૂતોને નુકસાન કરાવી શકે છે. આવામાં હવામાન વિભાગે દેશભરની રાજ્ય સરકારો, ખેડૂતો અને લોકોને પહેલેથી જ સતર્ક રહેવાની અને બચાવ માટે વ્યવસ્થા કરી દેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વર્ષે ચોમાસામાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે ખાસ જાણો.
આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું! ગુજરાતમાં કેટલો ખતરો? પરેશ ગોસ્વામીએ તારીખો સાથે આગાહી કરી
સામાન્ય કરતા વધુ વરસાદ ક્યાં ક્યાં પડશે?
હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર, 100% થી વધુ વરસાદ પડી શકે
સામાન્ય વરસાદ ક્યાં કયા પડી શકે?
હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લેહ લદાખમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
ક્યાં કયા સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે?
હવામાન ખાતાની આગાહી મુજબ ઓડિશા, અસમ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરામાં સામાન્ય કરતા ઓછો વરસાદ વરસી શકે છે.
આ પણ વાચો : આવતીકાલે 7 જિલ્લામાં તોફાની વરસાદ, વીજ ગર્જના સાથે વરસાદની આગાહી
ક્યાં ક્યાં વરસાદ કહેર મચાવી શકે?
Monsoon 2024 Gujarat : હવામાન ખાતાની આગાહી મુજબ આ વખતે 20થી વધુ રાજ્યોમાં ચોમાસાની સીઝનમાં મેઘરાજા કહેર મચાવી શકે છે એટલે કે, સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે. 100% કરતા વધુ વરસાદ ખાબકી પડવાની શક્યતા છે. શરૂઆતમાં ચોમાસાની ગતિ ધીમી જોવા મળી શકે છે. પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બર આવતા સુધીમાં તો મેઘ તાંડવ પણ થઈ શકે છે. કારણ કે આખા વર્ષમાં જેટલો વરસાદ પડે તેના 70 ટકા ચોમાસામાં જોવા મળતો હોય છે. ભારત દેશમાં આજે પણ પાકની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત વરસાદ રહેલો છે. જો સારો વરસાદ પડે તો તે અર્થવ્યવસ્થા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે સારી સિંચાઈ થવાથી સારો પાક થશે અને ખેડૂતોને કમાણી પણ સારી રહેશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આગાહી મુજબ ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે.