રાજ્યમાં 2 દિવસ છૂટાછવાયો વરસાદ પડશે! જાણો હવામાન વિભાગની મોટી આગાહી

WhatsApp Group Join Now

Rainy forecast : હવામાન ખાતાના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે.

આ પણ વાચો : ખેલૈયાઓ નોંધી લો, વરસાદ આ તારીખોમાં બગાડશે નવરાત્રિની મજા! અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હાલ મેઘરાજાની ગતી ધીમી થઈ ગઈ છે. ત્યારે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ હાલ 2 દિવસ કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી. સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 8 થી 10 ઓક્ટોબરમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શકયતા – Rainy forecast

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે. બે દિવસ કોઈપણ સ્થળોએ ભારે વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહે તેવું અનુમાન કરવામાં આવેલ છે!

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, તાપમાન વધવામાં રાઇઝીંગ ટેન્ડસી રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. આ સાથે નવરાત્રિ દરમિયાન વરસાદ અંગે પૂછતા તેમણે જણાવ્યુ કે, નવરાત્રિના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે.

આ પણ વાચો : ખેલૈયાઓ નોંધી લો, વરસાદ આ તારીખોમાં બગાડશે નવરાત્રિની મજા! અંબાલાલ પટેલની આગાહી

ગાજવીજ સાથે ક્યાં સ્થળોએ વરસાદ પડી શકે? – Rainy forecast

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, ગુરુવારે, 3 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ચોથી ઓક્ટોબરના શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, 5 ઓક્ટોબર શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે.

Rainy forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગાજવીજ સાથે ક્યાં સ્થળોએ વરસાદ પડી શકે?

3 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment