બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, નોરતામાં વરસાદની રમઝટ બોલાવશે: અંબાલાલની મોટી આગાહી

નવરાત્રિમાં ચિંતાના વાદળો

Ambalal big forecast : નવરાત્રિમાં ખેલૈયા અને આયોજકો માટે ચિંતાના સમાચાર છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે.

આ પણ વાંચો
ભારત-પાકની મેચ ધોવાશે? નવરાત્રિમાં વરસાદ રમઝટ બોલાવશે, અંબાલાલની વાતાવરણમાં મોટા હલચલ વાળી આગાહી

આજથી ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત, કોઈ સિસ્ટમ સક્રિય નથી’, પરેશ ગોસ્વામીએ કરી આકરી આગાહી

બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ

17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશેઃ અંબાલાલ પટેલ

આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે. નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. (Ambalal big forecast)

બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ સર્જાવાની છે અને તે ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધવાની છે.

સિસ્ટમ દરિયામાં આગળ વધી?

હજી સુધી તે સિસ્ટમ દરિયામાં આગળ વધીને ભારત તરફ આવશે તે દરમિયાન વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તેના વિશે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment