હવામાનને લઈ રામજીભાઈ કરછીની નવી આગાહી, જાણો વરસાદ આવશે કે નય!

રામજીભાઇ કચ્છીની આગાહી : આજથી 14 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ ના અલગ અલગ ભાગો માં સવારે ઝાકળ કે ભેજ વાળુ વાતાવરણ જોવા મળી શકે છે. તેમજ ત્યાર બાદ ના દિવસો માં ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં સવારે ભેજ વાળુ વાતાવરણ શક્યતા છે.જયારે ગુજરાત માં બાકી ના ભાગો માં વાતાવરણ સુકુ રહેવાની સંભાવના છે.

varsad aagahi

પવન જોઈયે તો પવનો 13 કે 14 તારીખ સુધી ઉત્તર પશ્ચિમ ના જોવા મળશે. ત્યાર બાદ 15 તા. થી આગાહી સમય સુધી ઉત્તર કે ક્યારેક ઉત્તર પૂર્વ ના જોવા મળશે.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? જાણો નવી આગાહી શું છે

તાપમાનને લઈ આગાહી

તાપમાન જોઈયે તો હાલ મહત્તમ તાપમાન નોર્મલ આજુબાજુ જોવા મળી રહ્યું છે. મહત્તમ તાપમાન હાલ 34 કે 35 ડિગ્રી આજુબાજુ નોર્મલ ગણી શકાય. જે અલગ અલગ સેન્ટર પ્રમાણે નોર્મલ અલગ હોતું હોય છે. જે આગાહી સમય માં એકાદ બે ડિગ્રી ની વધઘટ સાથે નોર્મલ નજીક જોવા મળી શકે છે. સમગ્ર આગાહી સમય માં 34, 35 ડિગ્રી કે અમુક સેન્ટર માં અમુક દિવસ 37 ડિગ્રી પ્લસ જોવા મળે તેવી શક્યતા છે. તેમજ લઘુતમ તાપમાન જોઈયે તો આગાહી ના અમુક દિવસ 17, 18 ડિગ્રી કે ક્યારેક 20 કે 21 ડિગ્રી જોવા મળે તેવી શક્યતા છે. (રામજીભાઇ કચ્છીની આગાહી)

આ પણ વાંચો : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની હવામાનને લઈ નવી આગાહી

આગાહી સમયના અંતિમ દિવસો થી ઉનાળા નો અહેસાસ થાય તેમ મહત્તમ તાપમાન માં વધારો થતો જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળે તેવી શક્યતા છે. 13 માર્ચ સુધી ગરમી રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 20 માર્ચના રોજ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીમાં વધારો થશે.

આ પણ વાંચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી

એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનો હવામાન રહેવાની આગાહી પણ આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. આ સાથે પવનની ગતિ વધુ રહેવાની આગાહી સાથે બાગાયતી પાકોને નુકસાન થવાની પણ તેમણે વાત કરી છે. આંબા પર મોર આવ્યો છે. તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબાપર નો મોર ખરીજવાની પણ તેમણે વાત જણાવી છે.

નોંધ -વાતાવરણની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ ની સુચના ને અનુસરવું.

રામજીભાઈ કચ્છીની આગાહી
રામજીભાઇ કચ્છીની આગાહી

આજથી 14 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ ના અલગ અલગ ભાગો માં સવારે ઝાકળ કે ભેજ વાળુ વાતાવરણ જોવા મળી શકે છે. તેમજ ત્યાર બાદ ના દિવસો માં ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં સવારે ભેજ વાળુ વાતાવરણ શક્યતા છે.જયારે ગુજરાત માં બાકી ના ભાગો માં વાતાવરણ સુકુ રહેવાની સંભાવના છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment