ઘઉં : ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. એપ્રિલ મહિનાના પેલા જ દિવસે મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક જોવા મળી હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે બાજરી, શીંગ, ઘઉં, એરંડા, જુવાર, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધવામાં આવી હતી. 01 એપ્રિલના રોજ કુલ 17 જણસીઓની આવક નોંધાઇ હતી.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,49,624 કટ્ટાની આવક નોંધાઇ અને સફેદ ડુંગળીના ભાવ 214 થી 277 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી 9258 ની આવક થય હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 125 રહ્યા હતા અને ઊંચા ભાવ 345 રૂપિયા નોંધાયા હતા.
આ પણ વાચો : ઘઉંમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના લેટેસ્ટ ભાવ
01 એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણ ચણાના નીચા ભાવ 1279 રૂપિયા નોંધાયા અને ઊંચા ભાવ 1334 રૂપિયા સુધી નાંધવામાં આવ્યા હતા.
આ પણ વાચો : માર્કેટો ખુલતાની સાથે કપાસમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના ભાવ
ઘઉંમાં ફુલ તેજી
ઘઉં : માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરાઈ હતી. પ્રતિ એક મણના ભાવ 300 થી લઈને 860 રૂપિયા સુધી નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરાઈ હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 360 રૂપિયા નોંધાયા અને ઊંચા ભાવ 531 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં પુરબીયા તલના 3738 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા.
આ પણ વાચો : એપ્રિલ મહિનામાં કપાસનો ભાવ 2000ની સપાટીએ પહોંચશે?
યાર્ડમાં કપાસના 110 ગાસડીની આવક નોંધાઇ હતી. જેના પ્રતિ એક મણના ભાવ 1000 રૂપિયાથી 1,480 રૂપિયા સુધીના બોલાયા હતા. યાર્ડમાં લીલા નારિયેળના 51497 નંગની આવક નોંધાઇ હતી. 100 નંગના નીચા ભાવ 505 રૂપિયા નોંધાયા હતા. ઊંચા ભાવ 1,838 રૂપિયા સુધી રહ્યા હતા.

અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરાઈ હતી. પ્રતિ એક મણના ભાવ 300 થી લઈને 860 રૂપિયા સુધી નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરાઈ હતી.