અરબ સાગરમાં ફરી વાવાઝોડું! આગામી 24 કલાકમાં વધુ સ્પષ્ટ થશે સ્થિતિ, જાણો શું છે સ્કાયમેટની આગાહી

સ્કાયમેટની નવી આગાહી

Skymet forecast : આજે રાત્રે અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે, જે આખરે ચોમાસા પછીના પ્રથમ ચક્રવાતમાં ફેરવાઈ તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાતો અનુમાન અનુમાન લગાવી રહ્યા છે કે, અરબી સમુદ્રના દક્ષિણપૂર્વીય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણની સ્થિતિ સક્રિય થય રહી છે.

જોકે કોઈપણ ચોક્કસ અંદાજ માટે તે ખૂબ વહેલું કહી શકાય છે. ખાનગી હવામાન એજન્સી SkymetWeather એ જણાવ્યું છે કે, વિષુવવૃત્તની બાજુમાં અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય ભાગોમાં અનુકૂળ સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે, જ્યાં હૂંફાળા હિંદ મહાસાગર પર હકારાત્મક IOD અને નજીવો અનુકૂળ MJO નું સંયોજન ટૂંક સમયમાં ચક્રવાતી વિક્ષેપ પેદા કરશે તે શક્યતા છે.

મોટી આફત : બે-બે વાવાઝોડા આવી રહ્યા છે! અંબાલાલ પટેલની તારીખો સાથે મોટી આગાહી!

બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે

પગ ઘ્રુજાવી નાખે તેવી આગાહી : બે-બે વાવાઝોડા આવી રહ્યા છે! અંબાલાલ પટેલની તારીખો સાથે મોટી આગાહી!

વાવઝોડા અંગે સ્કાયમેટવેધરે શું કરી છે આગાહી?

Skymet forecast : 13 ઓક્ટોબરના રોજ પ્રકાશિત સ્કાયમેટવેધરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 15 ઓક્ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી સંભાવના છે. તે આગામી 72 કલાકમાં સમુદ્રના અત્યંત દક્ષિણ-મધ્ય ભાગોમાં જાય તેવી શક્યતા છે અને ઓછા દબાણવાળા વિસ્તાર તરીકે આકાર લઈ શકે છે. જોકે અત્યંત નીચા અક્ષાંશ અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ચક્રવાતી પવનોમાં ઝડપી વધારો સૂચવતા નથી.

IOD અથવા હિંદ મહાસાગર દ્વિધ્રુવ એ બે પ્રદેશો વચ્ચેના દરિયાની સપાટીના તાપમાનના તફાવતનો ઉલ્લેખ કરે છે. MJO અથવા મેડન-જુલિયન ઓસિલેશનને વાદળો અને વિષુવવૃત્તની નજીકના વરસાદના પૂર્વ તરફ ગતિશીલ ‘પલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે દર 30 થી 60 દિવસે પુનરાવર્તિત થાય છે. પ્રારંભિક આગાહી મુજબ આદર્શ સ્થિતિમાં આ સંભવિત નીચા દબાણનો વિસ્તાર ટૂંક સમયમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જો ચક્રવાત બનશે તો તેનું નામ ‘તેજ’ રાખવામાં આવશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment