આજે ભયંકર મેઘ તાંડવ, 3 દિવસ અતિભારે વરસાદની આગાહી – Terrible cloud storm today
ગુજરાતમાં મેઘરાજાની સવારીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. 9 જુલાઈથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેલી છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. આજે પણ અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, 9 જુલાઈના રોજ અમદાવાદમાં તથા ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
આ પણ વાંચો: પુનર્વસુ નક્ષત્ર: કયુ વાહન છે? આ નક્ષત્રમાં વરસાદ જોગ
આજે ક્યાં ક્યાં આગાહી
8 જુલાઈ એટલે આજે જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ કેટલાક ભાગોમાં અતિથી અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી કેટલાક વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ગુજરાતભરમાં વરસાદ રહેવાની સંભાવના છે અને કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે અને અતિથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. ભારે વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થવાની શક્યતાઓ છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.
9 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટી શકે છે.
10 જુલાઈએ સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.