rain in Gujarat : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુઓનો અનુભવ થાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં વધુ વરસાદના એંધાણ નથી.

વરસાદની આગાહી છે કે નહીં?
આગામી 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે. તો 10 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 11 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
આ પણ વાચો : આજે ગુજરાતમાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં ક્યાં વરસાદની આગાહી
અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય ઝાપટા વરસી શકે છે.
અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલ પ્રમાણે રાજ્યમાં માવઠું પડી શકે છે. તો નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. તો બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગો માં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |