સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી – There is no forecast of heavy rain

એક્ટિવ સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી – There is no forecast of heavy rain

હવામાન વિભાગે રાજ્યમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદની એક્ટિવ સિસ્ટમ ન હોવાનું જણાવીને ભારે વરસાદની સંભાવનાઓ નકારી છે. આવામાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં એકાદ ભાગમાં સામાન્ય વરસાદ પણ થવાની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં આજે સવારે શહેરના કેટલાક ભાગોમાં ઝરમર-ઝરમર વરસાદ થયો હતો. હાલ રાજ્યમાં વરાપ છે ત્યારે ખેડૂતો માટે સારી ખબર છે, કારણ કે ત્રણ રાઉન્ડમાં થયેલા ભારે વરસાદના કારણે ખેતીના જરુરી કામ અટકી પડ્યા હતા.

હવામાન વિભાગે કરેલી આગાહીમાં આજના દિવસે દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાં કેવો વરસાદ રહેશે તેવી સંભાવના બુધવારે વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં મોટાભાગે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ડૉ. મોહંતીએ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ અઠવાડિયા દરમિયાન રહેવાની આગાહી કરી હતી.

હવામાન વિભાગે બુધવારે કરેલી આગાહીમાં માછીમારોને પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. અગાઉ દરિયામાં ભારે પવનો અને વરસાદની સ્થિતિને જોતા ચેતવણી આપવામાં આવી હતી. હાલ રાજ્યમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ ન હોવાની ભારે વરસાદની શક્યતાઓ નથી.

આ પછી પણ 16 ઓગસ્ટ સુધી રાજ્યના આ ભાગોમાં તથા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગ દ્વારા ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.