cyclone in June : હાલ હવામાં ભેજનુ પ્રમાણ વધતા વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ પવનની ગતિ સામાન્ય કરતા વધુ થઈ છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં આંધી વંટોળ રહેવાની આગાહી છે. કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઇ ગયુ છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હાલ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટી થઈ શકે અને આંઘી વંટોળનુ પ્રમાણ વધી શકે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા છે. ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘુળની આંધી, વંટોળ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 16 આની વર્ષ રહેશે! ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ, જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભુકા કાઢશે
6 જૂન સુધીમાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 6 જુન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંઘી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે. જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી જોવા મળતી હોય છે. આંધી પછી વરસાદ પડતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામા આવે છે.
આ પણ વાચો : 30 થી 4 તારીખમાં ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી, અંબાલાલ પટેલે કરી આગાહી
જૂનમાં વાવાઝોડુ બનવાની શક્યતા
cyclone in June : હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ થશે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે. 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. ચોમાસાની ગતિવિધિ જોર પકડી શકે છે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા છે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી
8 થી 14 જૂનમાં ભારે વરસાદ
આ સાથે તેમણે કહ્યું કે, ચોમાસું કેરલના કાંઠે પહોચી ગયુ છે. અરબી સમુદ્રમાં કંરટ જોવા મળી શકે છે. પવનની ગતિ તેજ રહી શકે. 8 જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધવાની શક્યતા છે. 8 થી 14 જુન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેલી છે. જેને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ કહેવામાં આવે છે. તો જીવાતની શક્યતા રહે છે. તેમજ 22 થી 28 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવે છે.
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતા રહેલી છે. દેશમાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે. ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદી બે કાંઠે થશે. (cyclone in June)
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |