વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી – thunderstorms and rain

thunderstorms and rain : ગુજરાતમાં હાલ વરસાદની વિદાય સાથે તેનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હાલ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે. જ્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકેશે. આગાહી મુજબ કચ્છના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે નદી-નાળામાં પાણી આવવાની શક્યતા છે.

આ પણ વાચો : 8 થી 10 ઓક્ટોબરમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી

અમદાવાદ કેન્દ્રના હવામાન ખાતાના ડાયરેક્ટર એ. કે. દાસના મંગળવારે જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. બે દિવસ કોઈપણ સ્થળોએ ભારે વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી ચાર દિવસ વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે.

નવરાત્રિમાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડી શકે! – thunderstorms and rain

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, તાપમાન વધવામાં રાઇઝીંગ ટેન્ડન્સી રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ સાથે નવરાત્રિમાં વરસાદ અંગે  તેમણે જણાવ્યું છે કે, નવરાત્રિના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુરુવારે, 3 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓક્ટોબરના શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલી અને બીજા કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : ફરી વરસાદને લઈને એલર્ટ! આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રિ પહેલા ઉઘાડ નીકળશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે. પરંતુ નવરાત્રીની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. તેમજ નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રને કારણે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વધુમાં એ જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં વાતાવરણમાં ઘણા પલટાઓ આવવાના છે.

આ પણ વાચો : રાજ્યમાં 2 દિવસ છૂટાછવાયો વરસાદ પડશે! જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ચક્રવાતને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આગાહી મુજબ વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા છે. 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકશે.

thunderstorms and rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રિ પહેલા ઉઘાડ નીકળશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment