આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી –
આજે બારે મેઘ ખાંગા થવાની શક્યતા
આજે 19 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત માં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌ પ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે જુનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. પોરબંદર, રાજકોટ અને બોટાદમાં યલ્લો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે નવસારીમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે. આ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આજે ભરૂચ અને સુરતમાં અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં અમુક જગ્યાએ સારો વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની પણ શક્યતા આજના દિવસમાં રહેલી છે. ખાસ કરીને અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં અમુક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. બાકી વાદળછાયું વાતાવરણ ઘણા વિસ્તારોમાં જોવા મળશે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ રહેવાની શક્યતા રહેલી છે.