29/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – today Rain forecast

WhatsApp Group Join Now

આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

આજે 29 તારીખના રોજ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે સારો વરસાદ જોવા મળી શકે છે.

સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. દાહોદ અને વડોદરાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. સુરત અને ભરૂચમાં આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા શરૂ રહેશે.

મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં આજે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા અથવા હળવા થી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતમાં આજે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા આજે સારો વરસાદ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં આજે ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ વરસી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.