Unseasonal rains : આવતા દિવસોમાં રાજ્યમાં હવામાન મોટી ઉથલપાથલ લાવશે… અંબાલાલ પટેલે કરી એવી આગાહી કે જાણીને તમે ચોંકી જશો!

આગામી 2 દિવસ વરસાદનું શક્યતા
ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામી શકે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : બીજા રાઉન્ડ માટે તૈયાર રહો! 20 ઈંચ વરસાદ ખાબકશે? અંબાલાલની લેટેસ્ટ આગાહી
આ વરસાદ ખેતી માટે છે સારો
અંબાલાલ પટેલે જણાવ્યું કે 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. ભારતીય પંચાંગ મુજબ પુષ્ય નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેથી આ સમયગાળામાં પડતો વરસાદ પાક માટે લાભદાયક સાબિત થશે.
23 થી 27 જુલાઈમાં ગુજરાતમાં ભારે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 23 થી 27 જુલાઈમાં ગુજરાતમાં વધુ એક માવઠાની સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, અને વડોદરાના વિસ્તારોમાં ચોખ્ખો વરસાદ પડી શકે છે. તે જ સમયે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડી શકે છે.
આ પણ વાચો : આજે ક્યાં પડી શકે ભારે વરસાદ? હવામાન વિભાગની ગાજવીજ સાથેની ભારે વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા અને થાન જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે ખાસ કરીને ચેતવણી આપી છે કે 26 જુલાઈથી 29 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, જેનાથી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ફરી એકવાર વરસાદી માહોલ જામશે!
1 ઓગસ્ટ પછી રાજ્યમાં નવા વાદળો સર્જાવાની શક્યતા છે. જેના કારણે હવામાન ફરી એકવાર ભીની મોસમ તરફ વળશે. તેમજ 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આમ, આગામી અઠવાડિયાઓમાં રાજ્યના મોટા ભાગમાં વરસાદી માહોલ છવાઈ જવાની સંભાવના છે.

અગત્યની લિંક – Unseasonal rains
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |