વરસાદ નક્ષત્ર 2025 : કયું નક્ષત્ર કયારે બેસે? કયું વાહન? કેટલા વરસાદની સંભાવના?

WhatsApp Group Join Now

Varsad nakshatra 2025 : આ વર્ષે એટલે કે 2025 વરસાદના નક્ષત્ર ક્યારે બેસી રહયા છે? અને કયા નક્ષત્રનું વાહન ક્યું છે? ચોમાસું નક્ષત્ર 2025 દરમ્યાન વરસાદ કેવો રહેશે? તે આજના આર્ટિકલમાં જાણીશું….

મૃગશીર્ષ નક્ષત્ર 2025

સૂર્યનારાયણનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 8/6/2025 ના રોજ થશે. સમય સવારના 7:21 કલાકે રવિવારના રોજ થશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળનું રહેશે. આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળશે. પવનનું જોર પણ વધુ જોવા મળેશે.

આદ્રા નક્ષત્ર 2025

સૂર્યનારાયણનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશ 22/6/2025 ના રોજ થશે. સમય વહેલી સવારે 06:22 મિનિટે રવિવારના રોજ થશે. આદ્રા નક્ષત્ર દરમિયાન વાહન ઉંદરનું રહેશે. આ નક્ષત્ર ની શરૂઆત ની સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.

પુનર્વસુ નક્ષત્ર 2025

સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 5/7/2025 ના રોજ થશે. સમય રાત્રે 5:50 કલાકે થશે. વાર શનિવાર રહેશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ઘોડાનું રહેશે. પુનર્વસુ નક્ષત્રમાં વરસાદની શરૂઆત મધ્યમ રહેશે.

પુષ્ય નક્ષત્ર 2025

સૂર્યનારાયણનું પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 19/7/2025 ના રોજ થશે. વાર શનિવાર થશે અને સમય રાત્રે 5:24 કલાકે થશે. પુનર્વસુ નક્ષત્રનું વાહન મોરનું રહેશે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ જોવા મળશે. ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની પણ સંભાવના પુષ્ય નક્ષત્રમાં જોવા મળશે.

આશ્લેષા નક્ષત્ર 2025

સૂર્યનારાયણનો આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 2/8/2025 ના રોજ થશે. વાર શનિવાર રહેશે અને સમય સાંજના 4:10 કલાકનો રહેશે. આશ્લેષણ નક્ષત્ર નું વાહન ગધેડા નું રહેશે. આ નક્ષત્રનું વાહન ગધેડો હોવાથી વરસાદની સંભાવના મધ્યમ રહેશે.

મઘા નક્ષત્ર 2025

સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ 16/8/2025 ના રોજ થશે વાર શનિવાર રહેશે. સમય રાત્રે 1:54 કલાકે થશે. મઘા નક્ષત્રનું વાહન દેડકાનું રહેશે. આ નક્ષત્રનું વાહન દેડકો હોવાથી મઘા ક્ષેત્રમાં સારા વરસાદના રાઉન્ડ જોવા મળશે સાથે પાણીની સમસ્યા પણ દૂર થતી જોવા મળે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025

સૂર્યનારાયણ નો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 30/8/2025 ના રોજ થશે. વાર શનિવાર અને સમય રાત્રે 9:46 મિનિટ થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર નું વાહન ભેંસનું છે. આ નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી વરસાદની સંભાવના સારી એવી જોવા મળે છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2025

સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13/9/2025 ના રોજ થશે. વાર શનિવાર રહેશે. સમય બપોરે 3:43 મિનિટ થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન શિયાળનું રહેશે. આ નક્ષત્ર દરમિયાન વરસાદની સંભાવના મધ્યમ જોવા મળે છે.

હસ્ત નક્ષત્ર 2025 (હાથીયો નક્ષત્ર )

હસ્ત નક્ષત્રને આપણે બધા હાથીયો નક્ષત્ર ના નામથી પણ ઓળખીએ છીએ, તો આ વર્ષે સૂર્યનારાયણનું હસ્ત નક્ષત્રમાં પ્રવેશ 27/9/2025 ના રોજ થશે. વાર શનિવાર હશે. સમય વહેલી સવારે 7:9 મિનિટે થશે. હસ્ત નક્ષત્રનું વાહન મોરનું છે. આ નક્ષત્રનું વાહન મોરનું હોવાથી મેઘ ગર્જના સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થશે.

ચિત્રા નક્ષત્ર 2025

સૂર્યનારાયણ ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ 10/10/2025 ના રોજ થશે. વાર શુક્રવાર રહેશે. સમય રાત્રે 8:14 મિનિટ થશે. ચિત્રા નક્ષત્રનું વાહન હાથીનું રહેશે. આ નક્ષત્રનો વાહન હાથી હોવાથી નક્ષત્ર દરમિયાન છુટા છવાયા વરસાદની સંભાવના જોવા મળશે.

સ્વાતિ નક્ષત્ર 2025

ચોમાસાનું છેલ્લું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર ગણાય છે. સૂર્યનારાયણનું સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 24/10/2025 ના રોજ થશે. વાર શુક્રવાર રહેશે. આ નક્ષત્ર નું વાહન દેડકાનું રહેશે. તેથી સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના સારી જોવા મળશે. જો કે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને આપણે માવઠા તરીકે પણ ગણીએ છીએ.

અગત્યની લિંક – Varsad nakshatra 2025

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

Varsad nakshatra 2025, 2025 Varsad na nakshatra, Gujarati varsad nakshatra 2025, 2025 Varsad nakshatra, Varsad na nakshatra 2025 in gujarati, 2025 na varsad na nakshatra, Varsad na nakshatra 2025 gujarati calendar, Varsad na nakshatra 2025 dates : વરસાદ ના નક્ષત્ર 2025, વરસાદના નક્ષત્ર, ચોમાસુ નક્ષત્ર 2025, 2025 ના નક્ષત્ર, 2025 વરસાદ ના નક્ષત્ર,

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment