આજથી 3 ઓક્ટોમ્બર સુધી કેવો વરસાદ રહેશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

WhatsApp Group Join Now
આજે ક્યાં વિસ્તારોમા આગાહી?

Meteorological Department prediction : આજે 28મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :

આજથી હાથીયો નક્ષત્ર : કયુ વાહન છે? આ નક્ષત્રમાં કોની કોની આગાહી છે?

આજથી ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત, કોઈ સિસ્ટમ સક્રિય નથી’, પરેશ ગોસ્વામીએ કરી આકરી આગાહ

આવતી કાલે ક્યાં ક્યાં આગાહી

આ ઉપરાંત તેમણે 29મી સપ્ટેમ્બરના રોજ ક્યાં વરસાદ થશે તે અંગેનું અનુમાન કરીને જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે.

30 તારીખની હળવા વરસાદની આગાહી

30મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે.

1 ઓક્ટોમ્બરે ક્યાં ક્યાં આગાહી

પહેલી ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

2 ઓક્ટોમ્બરે ક્યાં વિસ્તારોમા આગાહી

આ સાથે તેમણે બીજી ઓક્ટોબર અંગે જણાવ્યુ કે, ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

3 ઓક્ટોબરે ક્યાં ક્યાં આગાહી

Meteorological Department prediction : ત્રજી ઓક્ટોબરે ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment