Paresh Goswami latest forecast : આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભુક્કા બોલાવ્યા છે ત્યારે આગળ પણ વરસાદ ધમધોકાર ખાબકશે તેવી આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગળ ચોમાસું કહેવું રહેશે તેને લઈ નવી આગાહી કરી છે. તેમના અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે, આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે છે.

જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું અનુમાન
ગોસ્વામીના અનુસાર, ઓગસ્ટ મહિનામાં આશરે 15 દિવસ વરસાદ પડશે અને 15 દિવસ સૂકા રહેશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે, જે જુલાઈ મહિના જેવો જ સારો રહેશે. આ પાછળનું કારણ સમજાવતા તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાઈ છે. સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે, પરંતુ છેલ્લા એક દાયકામાં આ પેટર્ન બદલાઈ છે. હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે, આ જ કારણે સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે.
આ પણ વાચો : જુલાઈમાં ભારે મેઘ તાંડવ થશે! અંબાલાલ પટેલની મોટી આગાહી
એકંદર વરસાદ અને કૃષિ પર અસર
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે. આ વખતે રાજ્યમાં કુલ 98% થી લઈને 106% જેટલો વરસાદ આવશે તેવું અનુમાન છે, અને આ અનુમાન પ્રમાણે જ વરસાદ રહેશે.
આ પણ વાચો : 1, 2 અને 3 જુલાઈમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ, રાજ્યના ખેડૂતોએ પણ મોટાભાગે વાવેતર કરી દીધું છે. ખરીફ પાકના વાવેતરમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સારા વરસાદના અનુમાનને કારણે ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે, અને સારો પાક ઉતારવાની અપેક્ષા રાખી રહ્યા છે.

અગત્યની લિંક – Paresh Goswami latest forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |