ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? ગુજરાતમાં ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી – When does monsoon start in Gujarat
ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું ૧ જૂને કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે.
આ ૫ણ વાચો: 29, 30 અને 31માં હવામાન વિભાગની આગાહી, આજે રાજ્યના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
આ ૫ણ વાચો: ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી
જુન મહિનામાં શુ આાગાહી?
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15 જૂન પહેલા રાજયમાં દરિયાની અંદર તોફાન સર્જાવાની શકયતા છે. 8 જુન અને 9 જૂનની આસપાસના દિવસોમાં દરિયો તોફાની બનવાની કયતા છે અને 8 જુન અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની શકયતા છે. અંબાલાલ પટેલે વઘુમાં જણાવ્યુ કે, 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા છે અને 4, 5 અને 6 જૂનના રોજ રાજયમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની શકયતા છે.
ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે થશે?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજયમાં 15 જુન થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ 22 જૂન આસપાસ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહે તેવી સંભાવના છે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થાય તેવી શકયતા રહે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની દર્શાવિ રહયા છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાની શકયતા રહે.
હવામાન વિભાગની આગાહી
29 મેની આગાહી: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે એટલે 29 મેના રોજ રાજયમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. જેમાં પાટણ,બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડશે તેવી પણ આગાહી વ્યકત કરવામાં આવી છે.
30 મેની આગાહી: આવતીકાલે એટલે મંગળવારે, 30મી તારીખે રાજયમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા છે. જેમાં અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની શકયતા છે.
31 મેની આગાહી: 31 મેના રોજ રાજયમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. જેમાં કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની શકયતા છે. આ સાથે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પાટણ, પોરબંદર, મહેસાણાની સાથોસાથ સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. ત્યારે આગામી ૩ દિવસ વરસાદની શકયતા છે.
When does monsoon start in Gujarat? Ambalal has released a big forecast for monsoon in Gujarat
Ambalal Patel has predicted monsoon in Gujarat. He has predicted that Monsoon may advance tomorrow from Andaman and Nicobar. Also, the Monsoon, which has stagnated in Andaman, is likely to enter Kerala on June 1.
What is the forecast for the month of June?
Ambalal Patel has said that before June 15, there is a possibility of an undersea storm in the state. The sea is expected to be rough during the days around 8th June and 9th June and there is a chance of rain with high winds along the coast around 8th June and 9th June. Ambalal Patel further informed that rains are likely to occur in Gujarat around June 22, 23 and 24 and scattered rains may occur in the state on June 4, 5 and 6. Monsoon is likely to remain normal in Gujarat.
When will the regular monsoon start in Gujarat?
According to Ambalal Patel, monsoon will start in the state between June 15 and June 30. Also, the regular monsoon in Gujarat will start around June 22. Monsoon is likely to have a good start and end this year. There is a possibility of some disturbance in the middle part of Monsoon. At present, the cloudy clouds are showing signs that the monsoon will come on time. Also, there is a possibility of rain showers in Saurashtra and North Gujarat at the end of May.
Meteorological department forecast
May 29 forecast: According to the forecast of the Meteorological Department, today i.e. May 29, rain with thunderstorm is predicted in the state. It has also been predicted that there will be rain in Patan, Banaskantha, Mehsana and Sabarkantha, Amreli, Rajkot, Bhavnagar and Kutch.
May 30 Forecast: Tomorrow i.e. Tuesday, 30th, the state is likely to experience heavy winds and thundershowers at some places. In which rain is likely to occur in Amreli, Banaskantha, Bhavnagar and Kutch.
Forecast for May 31: Moderate to heavy rain with thundershowers is likely over the state on May 31. In which there is a possibility of rain in Kutch and Banaskantha. Along with this, unseasonal rain is likely in South Gujarat, North Gujarat and Central Gujarat. Heavy rain is predicted in Amreli, Rajkot, Bhavnagar in Saurashtra. So unseasonal rain has been predicted in the districts including Patan, Porbandar, Mehsana along with Sabarkantha, Banaskantha, Vadodara and Anand. Then there is a possibility of rain for the next 3 days.