વરસાદની 5-5 સિસ્ટમ તાંડવ મચાવશે? મુંબઈમાં ભુક્કા બોલવતી સિસ્ટમ પણ આવશે!

WhatsApp Group Join Now

rain system : હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મુંબઈમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. મતલબ કે આગામી સમયમાં ગુજરાતમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે. ગુજરાતમાં હવે વરસાદની 5-5 સિસ્ટમની અસર જોવા મળી શકે છે. કારણ કે ચોમાસાની ધરી પણ આજે ભુજ અને અમદાવાદ પરથી પસાર થઈ રહી છે

બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને વિદર્ભ સુધી પહોંચી ગયું છે. આ તરફ અરબ સાગરમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે. અરબ સાગરથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઈન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે.

આ પણ વાચો : આજે 23 જિલ્લામાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ ભુકકા બોલાવશે

હજુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી છે ત્યાં જ બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર સક્રિય થઈ ગયું અને હવે તે મજબૂતી સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે. એવામાં અનુમાન છે કે આ આખું અઠવાડીયું ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે.

ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં સક્રિય સર્ક્યુલેશન અને વેલમાર્ક લો પ્રેશર ઉપરાંત 24 ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની હવામાન વિભાગે પણ આગાહી કરી છે.

આ પણ વાચો : બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ, હવે વરસાદ ગુજરાતને ધમરોળશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

કયા કેવો વરસાદ?

નોંધનીય છે કે, ઓળઘોળ બનેલા મેઘરાજાએ માયાનગરી મુંબઈનું જનજીવન પ્રભાવિત કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રવિવારથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમા મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું. સવારે 8થી લઈને 11 વાગ્યા સુધીના 3 કલાકમાં મુંબઈ શહેરને વરસાદે રીતસરનું ધમરોળી નાખ્યું છે. ચેમ્બુરમાં 3 કલાકમાં 4.5 ઈંચ, ભાયખલામાં 3 કલાકમાં 4 ઈંચ, દાદરમાં 3 કલાકમાં 4 ઈંચ, વરલીમાં 3 કલાકમાં 4 ઈંચ, વિક્રોલી, પરેલમાં પણ 4-4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

rain system

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment