Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી
Today Gujarat Weather Forcast : ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઓગસ્ટ મહિનો વરસાદને અભાવને લઈને કોરોધાકોડ રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાના પણ પંદર દિવસ વીતવા છતાં વરસાદના કોઈ વાવડ મળી રહ્યા નથી.
જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં છે. ખેતીના પાક પણ મુળઝાઈ રહ્યા છે.
ત્યારે વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આવતીકાલથી રાજ્યમા મેઘરાજા સટાસટી બોલાવે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ
આગામી 16 થી 18 સપ્ટે સુધી ભારે વરસાદની શક્યતા
દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે.
જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે.
તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
વધુમાં અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
ખેડૂતોમાં ખુશી છવાઈ
મહત્વનું છે કે બે દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
મહુવા પંથકના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા ખેતરોમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે.
વધુમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉકડાટ બાદ સાંજના સમયે વરસાદ પડ્યો હતો.
સાથે સાથે અમરેલીના ખાંભા અને ગીર ખાંભા-ગીરના ડેડાણ ગામ, રાયડી, પાટી, નેસડી, મુંજીયાસર, જીવાપર, ત્રાકુડા સહિતના ગામમાં વરસાદ પડતા લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.