ખેડૂતોને હાશકારો.! લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખથી વરસાદ ભૂકકા કાઢશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી – Paresh Goswami predicts

WhatsApp Group Join Now
ખેડૂતોને હાશકારો.! લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખથી વરસાદ ભૂકકા કાઢશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી Paresh Goswami predicts

Paresh Goswami predicts : બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે.

વરસાદને લઈ ફરી એક વખત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે.

મેઘરાજા ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મનમુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

16 અને 17 સપ્ટેમ્બર બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેમ બિલકુલ વરસાદ ન પડતા ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા હતા.
પરંતું સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે.
ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બનતી હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી રહી છે.
આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે તા. 16 થી 17 સપ્ટેમ્બર બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર

ગુજરાત પર લો પ્રેશર સિસ્ટર આગામી સમયમાં સક્રિય થવાનાં કારણે રાજ્યનાં ઘણા બધા જીલ્લાઓમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદારા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

તો અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઠમાં પણ વરસાદી માહોલ છવાશે. જ્યારે પોરબંદર, બોટાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment