હવે ત્રણ દિવસ સૌરાષ્ટ્રનો વારો, વરસાદ અંગે અંબાલાલ પટેલની આ આગાહી પણ પડશે સાચી?
રાજ્યમાં આગાહીને પગલે ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ ગાંડીતૂર બનતાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ, હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ મજબૂત વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્રને તરબોળ કરશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. જેના લીધે મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થસે અને પૂર આવશે. સાથે જ પંચમહાલમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. પંચમહાલના ભાગોની નદીઓમાં પુર આવશે. વરસાદની રાહ જોઇ રહેલા લોકો માટે આ વરસાદ આનંદ અને આફત બન્ને કહી શકાય તેમ છે. આ વરસાદની સિસ્ટમના લીધે પંચમહાલ સિવાય મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. બોડેલી, સાવલી, ખેડા, કપડવંજમાં પણ ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મજબૂત વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ મૂવ કરશે. તેથી અહીં ભારે વરસાદની શક્યતા રહેશે. તારીખ 18, 19 અને 20 દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના ગીર સોમનામથ, ભાવનગર, અમરેલી, વિસાવદર, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સંભાવાના છે. દ્વારકા, જામનગરમાં પણ વરસાદ થશે. ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. રાજકોટ, સુરેન્દ્રનગર, લિમડી હળવદ, થાન, લખતરમાં પણ વરસાદ થશે.
આ સિસ્ટમના કારણે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 20મી તારીખ સુધી એટલે કે, આગામી 48 કલાકમાં બનાસકાંઠાના પણ વસાદ થશે. આમ ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ જોવા મળશે, જ્યારે ક્યાંક ભારે વરસાદ ખાબકશે.
તેમણે જણાવ્યું કે, 18 અને 19 તારીખમાં બીજી સિસ્ટમ બનશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં હલચલ થશે. અત્યાર જેવી મજબૂત સિસ્ટમ ન પણ હોઇ શકે, પરંતુ તેના લીધે પણવરસાદ પડશે. આગામી તારીખ 19, 20, 21, 22માં મહારાષ્ટ્ર, મુંબઇ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 23 અને 24મીએ સરૌરાષ્ટ્રના કિનારાના ભોગામાં વરસાદ રહેશે.
તેમણે કહ્યું કે, હજુ વરસાદ ગયો નથી. આ વરસાદી સિસ્ટમના લીધે ભારે વરસાદ પડશે. આ વરસાદ પંચમહાલ, મધ્ય ગુજરાતમાં ભારે પૂર લાવે તેવી વરસાદી ગતિવિધિ રહેશે.
13મી સપ્ટેમ્બર પછીનો વરસાદ કૃષિ પાક માટે સારો ગણાય છે. પરંતુ આ વરસાદ પાકને અનુકૂળ હોય તો સારો છે. જોકે, હાલ તો પવનન સાથે ભારે વરસાદને લીધે પાક પડી જવાની સંભાવના રહેશે.