ગુજરાત માટે હજુ 4 દિવસ અતિભારે: 40 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્રવાસીઓ એલર્ટ!
આ પણ વાચો : હવે ત્રણ દિવસ સૌરાષ્ટ્રનો વારો, વરસાદ અંગે અંબાલાલ પટેલની આ આગાહી પણ પડશે સાચી?
આજે રાત્રે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
rain forecast tonight : આજે રાત્રે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે.
આવતી કાલે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.