ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે? 11થી 15 જૂન દરમિયાન વરસાદની શક્યતા

WhatsApp Group Join Now

gujarat monsoon entry : ચોમાસાએ 4 જૂને કેરળમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ મોનસૂન ઝડપથી આગળ વધતાં કર્ણાટક, તમિલનાડુ, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગયું છે. આગામી 4થી 5 દિવસમાં ઓડિશા, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે. મુંબઈમાં પણ 11 અથવા 12 જૂન સુધી મોનસૂનની એન્ટ્રી થઈ શકે છે.

ગુજરાતમાં વકયારે થશે વરસાદ?

સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું પહોંચ્યાના લગભગ એક સપ્તાહ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે. જોકે, હવામાન વિભાગના વિવિધ મોડલ અનુસાર ગુજરાતમાં 17 જૂન સુધી ભારે વરસાદની શક્યતા ઓછી છે. રાજ્યમાં ચોમાસાનો મુખ્ય વરસાદ 20 જૂન બાદ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાત ચોમાસાથી આવરી લેવાય તેવી આગાહી છે. gujarat monsoon entry

આ પણ વાચો : મૃગશીર્ષ નક્ષત્ર 2026 : મૃગશીર્ષ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલો વરસાદ પડશે?

હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી હવામાની સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં વરસાદ વરસી રહ્યો છે. જોકે, વિવિધ હવામાન મોડલ મુજબ આ વર્ષની ચોમાસાની શરૂઆત પ્રમાણમાં નબળી રહી છે અને જૂનના પ્રથમ દસ દિવસ પૂર્ણ થયા છતાં અપેક્ષા મુજબ વરસાદ નોંધાયો નથી. gujarat monsoon entry

12 થી 15 તારીખમાં અગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 15 જૂન સુધી હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 12થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ, હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા 11 અને 12 જૂન દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે પવન અને વરસાદનો માહોલ સર્જાઈ શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત દેશના કુલ 17 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

gujarat monsoon entry

અગત્યની લિંક – gujarat monsoon entry

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment