મૃગશીર્ષ નક્ષત્ર 2026 – mrigashira nakshatra
સૂર્યનારાયણનો મૃગશીર્ષ નક્ષત્ર માં પ્રવેશ તારીખ 8/6/2026 ના રોજ સોમવારે થશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન દેડકાનું છે. વાહન દેડકાનું હોવાથી આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વધુ જણાશે. સાથે સાથે આ નક્ષત્ર દરમિયાન છુટા છવાયા વિસ્તારમાં વરસાદી હવામાન જોવા મળશે.

લોકવાયકા:
‘’મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”
મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો
મૃગશીર્ષ નક્ષત્ર વિશે એવું કહેવાયમાં આવે છે કે, મગશરા વાય તો આદ્રામેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શકયતા જોવા મળતી હોય છે.
આ પણ વાચો : વરસાદના નક્ષત્ર 2026 : કયું નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલા વરસાદના સંજોગો રહેશે?
મૃગશીર્ષ નક્ષત્રના યોગ
મૃગશીર્ષ નક્ષત્રમાં કેવા યોગ જોવા મળે તો કેવુ ચોમાસુ રહે એ અંગેની વાત કરીએ તો, રોહિણી નક્ષત્ર બાદ મૃગશીર્ષ નક્ષત્ર આવે છે. મૃગશીર્ષ નક્ષત્રમાં પવનનું પ્રમાણ ઓછું હોય અને જો રોહિણી નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળે તો, ચોમાસું નબળું જાય એવુ સાબિત થાય. ટૂંકમાં મૃગશીર્ષ નક્ષત્રના દિવસો દરમિયાન પવન હોવો એ આવનારા ચોમાસાની પ્રગતિ માટે ખાસ જરૂરી છે.
મૃગશીર્ષ નક્ષત્રમાં જેટલું પવનનું જોર વધુ હોય એ સારા સંકેતો ગણી શકાય. જો કે ઘણી વખત ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રના દિવસોમાં પણ વરસાદ જોવા મળતો હોય છે એવા ભૂતકાળમાં ઘણા દાખલા આપણે જોયા છે.
આ પણ વાચો : વરસાદના નક્ષત્ર 2026 : કયું નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલા વરસાદના સંજોગો રહેશે?

અગત્યની લિંક – મૃગશીર્ષ નક્ષત્ર 2026
| હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |









