ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

WhatsApp Group Join Now

monsoon 2026 : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે શરૂ થશે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું. ગુજરાતના તાપમાનમાં મહત્તમ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 18-28 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. ત્યારબાદ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે આખું ગુજરાત ચોમાસાના રંગે રંગાઈ જશે અને વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 12 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે પણ તેમણે મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું છે કે 22 જૂન પછી જ વાવણી કરવી હિતાવહ રહેશે, જેથી ચોમાસાની સ્થિરતા અને પૂરતા ભેજનો યોગ્ય લાભ મેળવી શકાય.

આ પણ વાચો : મૃગશીર્ષ નક્ષત્ર 2026 : મૃગશીર્ષ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલો વરસાદ પડશે?

ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.

10 અને 11 તારીખે ક્યાં ક્યાં આગાહી? monsoon 2026

હવામાન વિભાગે બુલેટિન અનુસાર 10 જૂને ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 11 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે.

આ પણ વાચો : વરસાદના નક્ષત્ર 2026 : કયું નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલા વરસાદના સંજોગો રહેશે?

આ ઉપરાંતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિવાય આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મોટા પાયે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

સત્તાવાર ચોમાસાનો પ્રારંભ ક્યારે થશે?

સંદેશના અહેવાલ મુજબ, હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. જો કે, ચોમાસું બેસે તે પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. monsoon 2026

monsoon 2026

અગત્યની લિંક – monsoon 2026

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment