Paresh Goswami forecast : અષાઢ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આગામી 2 દિવસ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થઈ શકે છે.
આ અંગે વિગતો આપતાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી છે.
આ પણ વાચો : 48 કલાકમાં વરસાદનું જોર વધશે, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આ સિસ્ટમનો ટ્રફ અને આઉટર ક્લાઉડ્સ ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે. જેના પરિણામે આવનારા બે દિવસ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
23 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક 5 થી 10 ઈંચ વરસાદ પડી શકે
હવામાન નિષ્ણાંતના મતે 23 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, વાપી, તાપી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. આવી જ રીતે મધ્ય ગુજરાતમાં મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ બે દિવસ ખૂબ જ ભારે રહેવાના છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહીઃ ભારે મેઘ તાંડવ, હવે મેઘો અસ્સલ મૂડમાં આવશે
અમદાવાદ અને ગાંધીનગરમાં જળબંબાકારની શક્યતા
વરસાદની મજબૂત સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓ પણ વરસાદી પ્રકોપથી બાકાત નહીં રહે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત વડોદરા, આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. Paresh Goswami forecast આ વિસ્તારો એક રીતે રેડ એલર્ટ હેઠળ ગણી શકાય.
ખાસ વાત એ છે કે, આ બે દિવસ દરમિયાન અનેક તાલુકાઓમાં 5 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. જો કે કેટલાક ભાગોમાં 10 ઈંચ કરતાં વધુ વરસાદ પણ ખાબકી શકે છે. અત્યારે હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જેમ-જેમ સિસ્ટમ નજીક આવતી જશે, તેમ-તેમ વરસાદના વિસ્તાર અને તેની તીવ્રતામાં વધારો થશે.

અગત્યની લિંક – Paresh Goswami forecast
| હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |









