Paresh Goswami forecast : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હવામાન રહેશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં ફરી માવઠું જોવા મળી શકે છે. જે સાથે જ ગરમીનો પણ પારો ઉપર જવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
એપ્રિલ મહિના અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી 15 દિવસ દરમિયાન હીટવેવ અને વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતનું ચોંમાસુ ટનાટન રેહેવાની પરેશ ગોસ્વામીની આગાહી
8 થી 13 એપ્રિલ દરમિયાન તાપમાનનો વધારો જોવા મળશે અને સામાન્ય કરતા 4 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે.
13 થી 16 એપ્રિલમાં વરસાદની શક્યતા?
માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં 45 ડીગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં હીટવેવની વધુ અસર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના ઈડર અને હિમતનગરમાં ગરમીનો પારો બધું રહી શકે છે.
આ પણ વાચો : આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Paresh Goswami forecast : તેમજ 13થી 16 એપ્રિલમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે. માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતી ઉભી થતી હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની શક્યતાઓ રહે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
13થી 16 એપ્રિલમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે.