Rain forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા પાંચ છ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ગુજરાતમા આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં 7 દિવસ અંગેની આગાહી કરાઈ છે. જેમા ગુજરાતમાં 5 દિવસ હવામાન ડ્રાય રહેવાની શક્યતા છે. જે બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 12 થી 18 તારીખમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી!
આ સાથે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 35.7 ડિગ્રી નોંધવામાં આવ્યું હતુ. જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટ શહેરમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયુ. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાકમાં 36 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે.
10 અને 11 તારીખે વરસાદની શક્યતા!
રામાશ્રય યાદવે વરસાદની આગાહી કરતા જણાવ્યુ કે, 10 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની થવાની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી
Rain forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી કરતા જણાવ્યુ છે કે, 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ પછી ગુજરાતમાં માવઠાની શક્યતા છે. ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. જેની કેટલીક લેયરો ગુજરાત સુધી લંબાઈ શકે છે. જેના કારણે 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતનું ચોંમાસુ ટનાટન રેહેવાની પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ માવઠાની શક્યતા સાથે તેની અસર ગુજરાતમાં ક્યાં વિસ્તારોમાં થઈ શકે છે તે પણ જણાવ્યું છે. 13થી 16 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની શક્યતા છે. આ માવઠાના કારણે બાગાયતી પાક પર અસર થઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં 7 દિવસ અંગેની આગાહી કરાઈ છે. જેમા ગુજરાતમાં 5 દિવસ હવામાન ડ્રાય રહેવાની શક્યતા છે. જે બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.