કેસર કેરીના ભાવ : અમરેલી જિલ્લામાં કેસર કેરીની આવક શરૂ થવા લાગી છે. ખેડૂતો કેસર કેરી લઈને વેચવા માટે અમરેલીના ફ્રુટ માર્કેટમાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1200 થી 3000 સુધી બોલાયો છે. જોકે કેસર કેરી ના ભાવમાં ઘટાડો 20 કિલોએ 200 રૂપિયાનો ઘટાડો થયો છે.
અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. આજે કેસર કેરીની 25 ક્વિન્ટલ આવક નોંધાઇ છે. હાલ કેસર કેરીની શરૂ થતાની સાથે જ કેરીની માંગ વધવા લાગી છે. મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાચો : કેસર કેરીની આવકનો પ્રારંભ, એક બોક્સના આટલ રૂપિયા બોલાયા
કેસર કેરીના ભાવ
અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક થઈ છે. હાફૂસ કેરીનો ભાવ 2000 રૂપિયા થી 3200 રૂપિયા નોંધાયો હતો. સરેરાશ ભાવની વાત કરીએ તો 2800 રૂપિયા નોંધાયો હતો. હાફૂસ કેરીની આવક 15 ક્વિન્ટલ નોંધવામાં આવી હતી.
આ પણ વાચો : કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાની ધારણા, ભાવમાં પણ ડબલ વધારો થશે?
કેસર કેરીના ભાવ : અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર કરાઈ છે. અમરેલી માંથી મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરીને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે.
અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરી નાં બગીચા છે. જેથી મોટાભાગના ખેડૂતો કેસર કેરીનું વેચાણ કરીને લાખો રૂપિયાની આવક આ વ્યવસાય કરીને મેળવે છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1200 થી 3000 સુધી બોલાયો છે.