આવી રહ્યું છે વાવાઝોડું! ગુજરાતમાં કેટલો ખતરો? પરેશ ગોસ્વામીએ તારીખો સાથે આગાહી કરી

Paresh Goswami Thunderstorm Forecast : અલ નીનો ઓગસ્ટ 2023થી સક્રિય હોવાથી તેની અસર ગુજરાતના હવામાન પર થઈ રહી છે. શિયાળામાં અને હવે ભર ઉનાળે પણ ગુજરાતમાં માવઠું જોવા મળ્યું હતું. હવામાન અને સિઝનમાં જોવા મળતી સતત અનિયમિતતા વચ્ચે હવે વધુ એક મોટી આગાહી સામે આવી રહી છે. આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવર્તમાન હવામાનની સ્થિતિ જે સંકેત આપી રહી છે, તેના પરથી પરેશ ગોસ્વામી એ આગાહી માં જાણવું કે, ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટયુબનાં એક વીડિયોમાં જણાવ્યું કે, છેલ્લા 5-7 વર્ષથી પ્રી-મોનસુન સાયક્લોનની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ચોમાસા પહેલા બનતા વાવાઝોડાની સંખ્યા વધતી જાય છે. આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાચો : ગુજરાતના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર, 100% થી વધુ વરસાદ પડી શકે

વાવાઝોડું કઈ તારીખોમાં આવી શકે?

તેમણે જણાવ્યું કે, હાલની હવામાનની સ્થિતિને જોતાં 2024માં ચોમાસા પહેલા સાયક્લોન સક્રિય થઈ શકે છે. જો સાયક્લોન બનશે તો 20 મેથી લઇને 5 જૂન એટલે કે આ 15 દિવસના સમય ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાની શક્યતા છે. જોકે, આવું કોઇ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવા સંકોટો આપી રહી છે કે સાયક્લોન બનવાના શક્યતા છે.

આ પણ વાચો : આ 6 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી આગાહી

ચોમાસુ લાંબુ અને સારું રહેશે!

ચોમાસું 30થી 45% જેટલું આગળ વધે પછી લાલીના પણ સ્થાપિત થઈ શકે. એટલે ચોમાસું લાંબુ ચાલવાનું શક્યતા અને સારું પણ રહેશે. પરંતુ સાયક્લોન બનવાનું મુખ્ય કારણ તો તાપમાન હોય છે. દરિયાઇ તાપમાન 28-29 ડિગ્રી કરતાં ઊંચું જાય ત્યારે વાવાઝોડું બનવાના ચાન્સ વધી જતાં હોય છે.

લો પ્રેશર અને વાવાઝોડું કેવા વાતાવરણમાં સર્જાય?

Paresh Goswami Thunderstorm Forecast : જે જગ્યાએ 28-29 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જાય ત્યાં લો પ્રેશર સક્રિય થતું હોય છે. લો પ્રેશનને જેમ ઊંચું તાપમાન મળે તેમ તેમાંથી વેરી લોપ્રેશર બને, ડિપ્રેશન બને, ડિપ ડિપ્રેશન બને, જે પછી સાયક્લોન સક્રિય થતું હોય છે.

આ પણ વાચો : આજે ભારે પવન સાથે વરસાદ, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?

પરેશ ગોસ્વામી કહ્યું કે, છેલ્લા 40 વર્ષની વાત કરીએ તો જમીની અને દરિયાઇ તાપમાન વધતું જાય છે. આ બન્ને તાપમાન વધતાં જાય છે. દરિયાઇ તાપમાન જ્યારે-જ્યારે 28-29 ડિગ્રી કરતાં ઊંચું જાય ત્યારે લો પ્રેશર બને અને વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ બનતી હોય છે.

તેમણે ખાસ જણાવ્યું કે, જો વાવાઝોડું બને તો તે ક્યાં લેન્ડ થશે અને વાવઝોડાની શું અસર થશે? તેવા સવાલો ઊભા થતા હોય છે. પરંતુ હાલ તે કહેવું અશક્ય છે. જો કદાચ બને તો તે પછી જ આપણે તે તમામ સવાલો અંગે નક્કી કરી શક્ય. હાલ વાવાઝોડા પર કાઈ કહી શકાય નહીં. પરંતુ હાલની તાપમાનની પેટર્ન જોતાં જોવા મળી રહ્યું છે કે, 20 મેથી લઇ 5 જૂન સુધીમાં કદાચ એક વાવાઝોડું બનવાની શક્યતા છે.

Paresh Goswami Thunderstorm Forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
પરેશ ગોસ્વામીની વાવાઝોડાની આગાહી

2024માં ચોમાસા પહેલા સાયક્લોન સક્રિય થઈ શકે છે. જો સાયક્લોન બનશે તો 20 મેથી લઇને 5 જૂન એટલે કે આ 15 દિવસના સમય ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment