પરેશ ગોસ્વામીની નવી આગાહી : ગુજરાતના વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ઠંડી-ગરમી અને હવે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જાણાતી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હીટવેવ વચ્ચે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરી છે. નવી આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાટા ઝાપટાંની સંભાવના છે.

પરેશ ગોસ્વામીની નવી આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે. 11 માર્ચ 2025 થી 13 માર્ચ 25 દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડી શકે છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉનાળો શરૂ, આ જિલ્લાઓમાં નોંધાશે રેકોર્ડ બ્રેક તાપમાન
પરેશ ગોસ્વામી એ કહ્યુ કે, આજથી લઈને 13 માર્ચ 2025 સુધી રાજ્યમાં તાપમાન ઊંચું જોવા મળશે અને યલો એલર્ટ જેવો માહોલ જોવા મળી શકે એટલે તાપમાન ઊંચું જવાનું છે. જોકે બે દિવસ પછી પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે અને દરિયાકાંઠા વિસ્તારમાં ગરમી ઊકળાટ અને બફારો પણ અનુભવાશે. એ સાથે 14 માર્ચ 2025 થી ગુજરાત હવામાનમાં એક પલટો જોવા મળશે અને એક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો કોઈ જગ્યાએ સામાન્ય છુટા છવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે માવઠા વિશે હજુ આગળ જનવશું તેમ કહેવામાં આવ્યું છે.
વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે
અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભરતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની અસપાસ હવામાનની અસ્થિરતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બની શકે છે, જે કેરળના દરિયા કાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે. જે આગળ જતાં લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે. બીજી બાજુ ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ પલટો જોવા મળી શકે છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની દેશી પદ્ધતિથી ચોમાસાનો વરતારો, આવનારું ચોમાસું કેવું જશે?
આગામી 14 માર્ચ, 2025ના રોજ એક અસ્થિરતા બનશે. જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ સર્જાઈ શકે છે. જો આ વાદળો વધુ ઘાટા થાય, તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા થવાની શક્યતા છે.
તેમણે કહ્યુ કે, આગામી 13 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યેલો એલર્ટ છે. જેમાં ભૂજ, ભચાઉ અને રાપરના કેટલાક ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચુ જવાની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ તાપમાન ઊંચુ જવાની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે.