Gujarat Monsoon Date : દેશભરના લોકો હવે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ વખતે કેરળથી સારા સમાચાર છે કે ચોમાસું આ વર્ષે વહેલું બેસી જવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે જલ્દી ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે વરસાદ સારો થશે.

હવામાન વિભાગની આગાહી – Gujarat Monsoon Date
કેરળમાં આ વર્ષે 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમન સમય 1 જૂન આસપાસ હોય છે. પરંતુ આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે 27 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી જવાની શક્યતા છે. ત્યાંથી ચોમાસું આખા દેશમાં ખૂબ ઝડપી ગતિએ આગળ વધશે.
આ પણ વાચો : આજે 10 જિલ્લા સાવધાન, જાણો આજે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલા પ્રવેશ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમન સમય 15 જૂન છે. જો કે આ વર્ષે 4 દિવસ પહેલા 10 કે 11 જૂનની આસપાસ પહોંચી જશે. 12 જૂનની આસપાસ તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને એટલું જ નહિ ખૂબ ઝડપે આખા રાજ્યને કવર કરી લેશે તેવી શક્યતા છે.
આ પણ વાચો : વાવાઝોડું આવશે! અંબાલાલે કરી આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી
આ વર્ષે ગુજરાતમાં વરસાદ કેવો રહેશે?
હવામાન વિભાગ અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ જોવા મળશે. દેશમાં આ વર્ષે 105 ટકા વરસાદ થવાની આશા છે. જેનાથી ખેતીને પણ સારી આશા છે. જો કે આ વર્ષે ભારે વરસાદ માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. ચોમાસા પહેલા જ પ્રિ મોન્સુનમાં ગુજરાતમાં લગભગ 1.25 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
ગુજરાતમાં વરસાદની આગાહી તારીખ
ગયા વર્ષની વાત કરીએ તો કેરળમાં ચોમાસું 30 મેના રોજ પહોંચ્યું હતું અને 10 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી પહોંચ્યું હતું. પરંતુ આખા રાજ્યમાં ચોમાસું ફેલાઈ તે પહેલા તે 27 જૂન સુધી અટકી ગયું હતું. જો કે આ વર્ષે ચોમાસું તેજીથી આગળ વધે તેવી સંભાવના છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ન માત્ર સમય કરતાં વહેલા આવશે પરંતુ ખૂબ ઝડપે રાજ્યમાં ફેલાઈ જશે અને ભારે વરસાદ લાવશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ રહેશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલા પ્રવેશ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમન સમય 15 જૂન છે.