tonight rain forecast : રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. 2 જુલાઈથી 8 જુલાઈ સુધી જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આજે રાત્રે પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ની શક્યતા છે.

આજે રાત્રે સાવધાન રેજો!
આજે રાત્રે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ પણ વાચો : 3, 4 અને 5 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી
આવતી કાલે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,અમરેલી, ભાવનગર જિલ્લામાં અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

અગત્યની લિંક – tonight rain forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |