મોટી આફત : બે-બે વાવાઝોડા આવી રહ્યા છે! અંબાલાલ પટેલની તારીખો સાથે મોટી આગાહી!

WhatsApp Group Join Now
બે-બે વાવાઝોડા બનશે : અંબાલાલ પટેલ

Ambalal Patel Big Prediction : ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે. પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે.જેના અસરના કારણે રાજ્યમાં કામોથી વરસાદની શક્યતા છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે  આગામી 17 તારીખ સુધી વરસાદની આગાહી છે. જેમાં આણંદ અમદાવાદ મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જોકે અંબાલાલ પટેલ અગાઉથી અનુમાન જાહેર કર્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે રાજ્યના વાતાવરણની અસર કરશે.

આ પણ વાંચો : 

બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે

અમરેલીમાં ઝાપટું પડ્યું, જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે?

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

અંબાલાલ પટેલ ની વાવાઝોડાની આગાહી

ગુજરાતના જાણીતા હવામાનની શાંત આંબાલાલ પટેલે (Ambalal Patel Big Prediction) જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંનેમાં વાવાઝોડા સક્રિય થશે. આજથી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર સક્રિય થશે. 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા જોવા મળી રહી છે. વાવાઝોડું મજબૂત હશે. તેને ઉત્તર પૂર્વી પવનોની ગતિ મળશે. બંગાળના સાગર નો ભેજ મળશે. જેના કારણે આ સિસ્ટમ મજબૂત બનવાની શક્યતા રહેશે. પશ્ચિમ ઘાટ પર હોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદની શક્યતા પણ રહેશે.

બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે

અરબી સમુદ્રની સાથે સાથે બંગાળના ઉપસાગર માં પણ સિસ્ટમ બનવાની શક્યતા છે. બંનેમાં સમાંતર સિસ્ટમ બનશે પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે.

એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જ્યારે આજ થી 19 ઓક્ટોબર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન સાથે કરા પડવાની પણ શક્યતા રહેલી છે. બેક ટુ બેક બે સિસ્ટમ આવશે. 22 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

જોકે અત્યારે કમોસમી વરસાદ થશે તે વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે થવાની શક્યતા છે. પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આકાર લેનાર સિસ્ટમ રાજ્યના વાતાવરણ કેટલી અસર કરશે તે જોવાનું રહ્યું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment