આવી રહ્યું છે વાવાઝોડું: ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે!

Predictions by Paresh Goswami : ગુજરાતના હવામાન અને આવનારા દિવસોમાં દરિયામાં થનારી મોટી હલચલ વિશે હવામાન નિષ્ણાત દ્વારા આગાહી વ્યક્ત કરવાામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આવનાર 2 થી 4 દિવસમાં વાવાઝોડું સર્જાવવાની આગાહી કરી છે. તેમણે પોતાના યુ-ટ્યુબ વીડિયોમાં સંપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, હવે આપણે અલનીનોની સ્થિતિમાંથી મુક્ત થઇ રહ્યા છીએ. એક વાવાઝોડું પ્રશાંત મહાસાગર તરફ થઇ હિંદ મહાસાગરમાંથી પસાર થવાની શક્યતા છે.

varsad aagahi

જેના કારણે રાજ્યનો ઉનાળો અને અવાનારું ચોમાસું સારા જાય તેવા સંકેતો આપી રહ્યા છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી આગાહી, 2024નું ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે?

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

તેમણે જણાવ્યું કે, આપણે ઓગસ્ટ 2023થી અલનીનોની અસરમાંથી પસાર થઇ રહ્યા છે. જેના કારણે વરસાદ અનિયમિત જોવા મળ્યો હતો. ખાસ કરીને, આ વર્ષે શિયાળામાં ઠંડી ની અસર સામાન્ય કરતાં ઓછી જોવા મળી હતી. દરિયાઇ તાપમાન અનબેલેન્સ થાય તે અલનીનો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના જે ભાગો છે એના અમુક ભાગોની અંદર તાપમાનમાં અનબેલેન્સ થાય તેના કારણે અલનીનોની સ્થિતિ ઉદભવતી હોય છે.

આ પણ વાચો : 2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત

18 થી 20માં વાવાઝોડું સર્જાશે!

18 માર્ચથી 20 માર્ચ દરમિયાન એક સાયક્લોન સર્જાવાની શક્યતા છે. આ સાયક્લોન પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગોમાં કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગોમાં કહી શકાય, ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગોમાં કહી શકાય, આ ભાગોમાં એક સાયક્લોન બનવાની શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ : અરબી સમુદ્રમાં હલચલ, વરસાદ, કરા, ગરમી, ભારે પવનની આગાહી.. આ વખતે આવી બન્યું!

આ વાવાઝોડું ક્યાં જશે?

આ સાયક્લોન હિંદ મહાસાગર તરફ આગળ વધે તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ તરફ આ સાયક્લોન આગળ વધશે. જોકે, ભારત અને તેના પાડોશી દેશને આ સાયક્લોનની અસર થવાની શક્યતા નહિવત્ દેખાઈ રહી છે. એટલ માટે કોઈએ સાયક્લોનની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તેના કારણે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરના તાપમાનમાં ઘણો ફેરફાર જોવા મળશે. તાપમાન રાબેતા મુજબ જોવા મળશે.

આ પણ વાચો : કાળી આંધી સાથે તોફાનો, વીજળીના ચમકારા, અંબાલાલ પટેલની નવી આગાહી

તાપમાનમાં કેવો ફેરફાર થશે?

Predictions by Paresh Goswami : આવનારા 2 થી 4 દિવસ દરમિયાન જે વાવાઝોડું સર્જાવવાનું છે, તે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. એટલે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનો તાપમાન રાબેતા મુજબ થાય તેવા સંકેતો જોવાઈ રહ્યા છે. જેના કારણે આપણો આવનારો ઉનાળો સારો રહેવાની શક્યતા છે. સાથે ચોમાસું પણ સારું રહેવાના સંકેતો પણ મળી રહ્યા છે. આ વાવાઝોડાથી ભારતનો દરિયો સારા ચોમાસા માટે તૈયાર થશે. જ્યારે ઉનાળા દરમિયાન દરિયામાં જે ચોમાસાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે, તે સાનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળશે તેવી શક્યતા છે.

Predictions by Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
18 થી 20માં વાવાઝોડું સર્જાશે!


18 માર્ચથી 20 માર્ચ દરમિયાન એક સાયક્લોન સર્જાવાની શક્યતા છે. આ સાયક્લોન પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગોમાં કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગોમાં કહી શકાય, ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગોમાં કહી શકાય, આ ભાગોમાં એક સાયક્લોન બનવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment