અંબાલાલ પટેલની મોટી આગાહી: અહીં બની રહ્યા છે વાવાઝોડા, અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ – ambalal patel big forecast

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની મોટી આગાહી: અહીં બની રહ્યા છે વાવાઝોડા, અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ – ambalal patel big forecast

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ વરસાદને લઈ મૂંઝવણમાં મૂકાયા છે! ત્યાં જ તેમણે કહ્યું છે કે, હાલની વરસાદી સિસ્ટમ ગૂંચવણભરી છે માટે હાલ વરસાદની આગાહી કરવી મુશ્કેલ છે. જોકે ખેડૂત માટે હાલની સ્થિતિ ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગૂંચવણભરી વરસાદી સિસ્ટમને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મૂંઝવણમા મૂકાયા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે કહ્યું છે કે, હાલમાં લો-પ્રેશર હિમાલયની તળેટીમાં છે ચોમાસાની ધરી હાલ ગુજરાતથી દૂર છે. જોકે પેસેફિક મહાસાગરમાં વાવાઝોડા બની રહ્યા છે. જેથી 18 ઓગસ્ટની આસપાસ વાતાવરણ સાનુકૂળ બનશે અને 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં વરસાદ રહી શકે છે.

આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે, પેસેફિક મહાસાગર આપણો ભેજ ખેંચી રહ્યો છે. સાથે જ બંગાળની ખાડીમાં કોઇ સિસ્ટમ નથી બની રહી. પરંતુ 18 ઓગસ્ટ આસપાસ વાતાવરણ સાનુકૂળ બને તેવી શક્યતા છે અને 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં વરસાદ પડી શકે છે.

વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે, સોમાલિયામાંથી આવતો વિન્ડ ગસ્ટ જોરદાર છે. આ વિન્ડ ગસ્ટના કારણે હળવા વરસાદી ઝાપટાં રહેશે અને 15 ઓગસ્ટ બાદ વાતાવરણ જોરદાર પલટાશે. સાથે જ હાલમાં બાંગ્લાદેશ પર હવાનું મોટું દબાણ બની રહ્યું છે.

અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા કહ્યું કે, વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી. 15 થી 20 ઓગષ્ટમાં વરસાદી વહન આવશે, જે બાદ દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ મધ્યપ્રદેશ સુધી વરસાદનું જોર રહેશે અને અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.