10 થી 18 તરીખમાં નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી – New Prediction by Ambalal Patel

WhatsApp Group Join Now

‍New Prediction by Ambalal Patel

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. માત્ર ઘણી જગ્યાએ છુટા છવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. તેવામાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. મોટી પ્રચંડ આગાહી કરતા અંબાલાલે આગામી દિશામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અગાઉ આંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી હતી. પરંતુ તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી જતા તેની અસર રાજ્ય પર જોવા મળે ન હતી. પરંતુ હવે વરસાદનો ચોથો રાઉન્ડ પ્રચંડ વેગે આવવાનું છે. તેવું અંબાલાલ પટેલ માની રહ્યા છે. સાથે જ વિન્ડ ગસ્ટના કારણે આગામી દિવસોમાં પવનનું જોર વધુ રહેશે. કચ્છના વિસ્તારોમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન આવી શકે છે.

અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

અંબાલાલ પટેલ ના મતે ગુજરાતમાં 10 તારીખ બાદ સતત આઠ દિવસો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જોકે આ વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રૂપે હશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ વરસાદ રૂપ સાબિત થઈ શકે છે.

હજુ તો 10 થી 18 ઓગસ્ટ નો રાઉન્ડ પૂરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ ની તૈયારી મેઘરાજા કરી લેવાના છે. એવું અંબાલાલ પટેલ નું માનવું છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 21 ઓગસ્ટ બાદ જે વરસાદનો રાઉન્ડ આવશે તે ખૂબ જ પ્રચંડ અને તોફાની હશે.

મહત્વનું છે કે, ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. પરંતુ તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર અત્યાર સુધીમાં વધુ જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની થોડી ઘટ્ટ જોવા મળી રહે છે. ત્યાં ભારે વરસાદ વરસાવે તો ત્યાંના ખેડૂતોને ફાયદો થઈ શકે છે.

જોકે હવે હવામાન વિભાગનું માનવું છે કે, ગુજરાતમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેથી આગામી પાંચ દિવસ માત્ર થોડાક વિસ્તારોમાં હળવા વરસાદે ઝાપટા જોવા મળી શકે છે. જોકે હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો કહી રહ્યા છે કે, હાલ વરસાદ પડવો ન જોઈએ તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.