Ambalal Patel cyclone forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, ક્યારથી પડશે વરસાદ. આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે. જેને લઈ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 10 થી 14 તારીખમાં આંધીવંટોળ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી
10 થી 14 મે દરમિયાન આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેમાં 10 થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડાવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા અને ખેડામાં વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખે વરસાદની આગાહી?
16 મે પછી ચક્રવાત સર્જાશે?
Ambalal Patel cyclone forecast : અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી પુન:ગરમીમાં વધારો થવાની શક્યતા છે. મે અને જૂનમાં દરિયાકિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સક્રિય થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
આ પણ વાચો : વાવાઝોડાની સિઝન શરૂ, ગુજરાત સહિત દેશભરમાં વાવાઝોડા ક્યારે સક્રિય થાય છે?
24મે થી 5 જૂનમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 24 મેથી 5 જૂન વચ્ચે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. આ તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.