Ambalal Patel dire prediction : હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગાંધીનગરના પાલજથી જણાવ્યું છે કે, આ વખતે હોળીના દિવસે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો, સહેજ તેનો નૈરુત્યનો ઘૂમાવ હતો એટલે કે આ વર્ષ સારું રહી શકે છે. પરંતુ આંધી-વંટોળનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ છે. 26 એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી-વંટોળ રહી શકે છે અને તેની અસર બાગાયતી પાક પર પડી શકે છે.
ચક્રવાતો સર્જાશે!
તેમના દ્વારા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણના કારણે ચક્રવાત ઉભા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવેલ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ પણ સારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઓક્ટોબર માસ માં પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ વર્ષે હોળીના વરતારા પ્રમાણે વાયુના તોફાનો વધુ રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : ચક્રવાત, તોફાનો, આંધી-વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ, અંબાલાલ પટેલનો હોળીની જાળ પરથી વરતારો
ચોમાસુ વહેલા બેસશે?
Ambalal Patel dire prediction : હવામાનની આગાહી કરનારા એવા નિષ્ણાત અંબાલાલ પટેલ હોળીનો વરતારો કરીને એ પણ જણાવ્યું કે, હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામે સામે આવે તો સારું ગણાતું નથી. આ વખતે સહેજ વહેલો વરસાદ શરુ થવાની સંભાવનાઓ સાથે તેમણે ઉમેર્યું કે, આગામી એપ્રિલ, મે અને જૂનમાં પવનનું જોર વધુ માત્રા માં રહેશે. જૂન મહિના માં વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : હોળીના પવન વિશે આંબાલાલ પટેલની આગાહી, કઈ દિશાનો પવન અને કેવું ચોમાસુ રહેશે?
ચોમાસુ કેવું રહેશે?
આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ હોવાનું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે એવી પણ આગાહી કરવામાં આવેલ છે, પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ ખૂબ વધારે છે. આ સાથે તેમણે ઉનાળો કઠોર રહેવાની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આવનારું ચોમાસુ ખૂબ સારું રહેશે અને થોડું વહેલા શરૂ થશે.