અંબાલાલ પટેલ : આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુજરાતનાં પાંચ શહેરોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીને પાર નોધાયો હતો. જ્યારે એપ્રિલમાં ખુશનુમા વાતાવરણ હોય તેવા કેરળ, ઉટી, માથેરાન અને બેંગાલુરુના કેટલાક ભાગોમાં પણ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બુધવારથી શરૂ થતો મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત અંબા લાલ પટેલે નવી આગાહી કરી છે તે જોઈએ.
અંબાલાલ પટેલ ની આંધી વંટોળ વાળી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યા અનુસાર, થોડા સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે તેવું તેમણે જણાવ્યુ હતુ. એપ્રિલના અંતિમ દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાનું શક્યતા, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43-44 ડિગ્રી મહત્તમ તાપમાન જવાની સંભાવના છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની આગાહી કરાઈ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : મે મહિનામાં વાવાઝોડું આવશે? જાણો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી
10 થી 14માં આંધી વંટોળની આગાહી
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, મે મહિનામાં દેશમાં પ્રીમોન્સુન એક્ટિવિટીની શરુઆત થવાની શક્યતા છે. 10 થી 14 તારીખમાં આંધી-વંટોળ અને ભારે પવન સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એપ્રિલના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની શક્યતા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
11 મે પછી ચક્રવાતો બનશે!
હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યુ છે કે, 11મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબ સાગરમા હલચલ જોવા મળી શકે છે. મેના એન્ડમાં અને જુનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે.
આ પણ વાચો : વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ભયંકર આગાહી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે
17 થી 14માં ચોમાસુ સક્રિય થશે
આ સાથે અંબાલાલે જણાવ્યુ કે, 17 થી 24 મેના અંદમાન નિકોબાર ટાપુમા ચોમાસું સક્રિય થવાની શક્યતા અને કેટલાક ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યુ છે. હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેવાની પૂરી પૂરી શક્યતા દેખાઈ રહી છે. પૂર્વ પેસેફિક મહાસાગરનુ જળવાયુ ઠંડા થતા લા નીનોની અસર જુનના બીજા સપ્તાહમાં જોવા મળી શકે છે. ત્યાં સુધી દરિયાનુ પાણી વધુ ગરમ જોવા મળી શકે છે. વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 24 કલાક ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી
તેમણે જણાવ્યુ છે કે, મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધવાની શક્યતા છે. ગંગા અને જમનાના મેદાન તપવાની શક્યતા રહેલી છે. જે મેદાની ભાગો ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જે ચોમાસા અંગે સારા સંકેત તરીકે ગણવામાં આવે છે. પશ્ચિમ હિન્દ મહાસાગર પણ ગરમ રહેવાની શક્યતા છે. હવે ઉપલા પવન સાનુકૂળ થતા પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગ મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
17 થી 14માં ચોમાસુ સક્રિય થવાની શકયતા છે.