અંબાલાલ પટેલની સપ્ટેમ્બરની મહિનાની નવી આગાહી : ગુજરાતના માથે એક નહિ બે સિસ્ટમ બની રહી છે – ambalal Patel

WhatsApp Group Join Now
ambalal Patel: અંબાલાલ પટેલની સપ્ટેમ્બરની મહિનાની નવી આગાહી : ગુજરાતના માથે એક નહિ બે સિસ્ટમ બની રહી છે

ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે. આશા ન હતી, પરંતુ ઓગસ્ટમાં ગાયબ થયેલા વરસાદે આખરે સપ્ટેમ્બરમાં દસ્તક આપી છે. જેને કારણે ગુજરાતમાં હરખની હેલી જોવા મળી છે. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે. આ આગાહીમાં તેઓએ સપ્ટેમ્બર મહિના માટે ગુજરાતના ખેડૂતોને ખાસ સતર્ક કરતી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(ambalal Patel)ની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં ચોમેર વરસાદી માહોલ છે. આગામી ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધી ચાલુ રહેશે. 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ પૂર્વવત થશે. જેનાથી ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ થશે. 14 સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં નવી સિસ્ટમ બનશે, જે મધ્ય પ્રેદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે.

હવામાન નિષ્ણાતે કહ્યું કે, તેના બાદ 22 સપ્ટેમ્બર બાદ ફરી એક સિસ્ટમ બનશે, જેનાથી પણ ગુજરાતમાં વરસાદ લાવશે. આમ ગાયબ થયેલું ચોમાસું ગુજરાતમાં ફરી આવશે. તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આવશે.

આ સિસ્ટમમથી ક્યા ક્યા વરસાદની આગાહી છે તે વિશે તેમણે કહ્યું કે, આ વરસાદી સિસ્ટમને કારણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગરમાં વરસાદ આવશે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.


Ambalal Patel

ખેડૂતોને સલાહ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, હાવ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ હાલ થઈ રહ્યો છે તે ખેતી માટે સારો વરસાદ ગણાતો નથી. 13 સપ્ટેમ્બર બાદ ઉત્તરા ફાલ્ગુનીનો વરસાદ ખેતી માટે સારો રહેશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ 4 દિવસ ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ગુરુવારે ગુજરાતના 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડા કઠલાલમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment