Ambalal Patel prediction : હિન્દુ ધર્મમાં હોળી ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ ગણવામાં આવે છે. હોળીના દિવસે હોળી પ્રગટાવીને વળીને જવાળા પડતી આગામી વર્ષ કેવું રહેશે? તેનો અંદાજ લગાવવામાં આવે છે. હોલિકા દહન ની અગ્નિ શુભ અને અશુભ સંકેતો આપે છે. હોલિકા દહન ના અગ્નિ પરથી આગામી ચોમાસુ કેવું રહેશે? વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે.
હોળી પહેલા અંબાલાલ પટેલની ભવિષ્યવાણી
હોળી પહેલા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે. હોળીના દિવસે ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠે દિશાનો પવન કેવો રહેશે તે અંગે આંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ઉત્તર નો પવન ફૂંકાય તો શિયાળો લંબાતો હોય છે. જોકે વરસાદ પુષ્કળ થાય પશ્ચિમ અને પૂર્વ પવન ફૂંકાય તો પણ વરસાદ સારો થાય. નૈઋત્ય નો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ જોવા મળે. દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું અને રોગની ઉત્પત્તિ થાય. અગ્નિ દિશા નો પવન ફૂંકાય તો ભારે પણ ફૂકાય. ખરાબ વર્ષનું ચિન્હ પણ ગણી શકાય. પૂર્વનો પવન ફુંકાય તો ખંડ વૃષ્ટિ સૂચવે છે. ઈશાન નો પવન ફૂંકાય તો તે ઠંડીનું સૂચન આપે છે.
આ પણ વાચો : વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી? હવામાન વિભાગે આપ્યું એલર્ટ!
અંબાલાલ પટેલે કહ્યું કે, ચારે દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘુમરી મારતો પવન ફૂંકાય તો દુષ્કાળ પડવાની શક્યતા રહેતી હોય છે. ફાગણ સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો સારું કહેવામાં આવે છે. ફાગણ સુદ પૂનમનો ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો એટલો કાળનો જન્મ થતો હોય છે. તે દુકાળ સાબિત થાય છે.
ચૈત્રી પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનું ગર્ભ બંધ થાય છે. વૈશાખી પૂનમે ફરી આવી નિશાની દેખાય તો કાળ પ્રવર્તે છે. ચેક ની પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો દુકાળ પડતો હોય છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલે હોળી પછી કેવા પલટા આવી શકે છે તે અંગેની આગાહી કરી
Ambalal Patel prediction : તેમણે વધુમાં જણાવ્યું કે, જો હોળીના દિવસે વરસાદ પડે તો સારું માનવામાં આવે છે જોકે ધુળેટી નો વરસાદ પણ સારો કહી શકાય.
અંબાલાલ પટેલે હોળીના પવન વિશે સમજાવ્યું
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હોળી ઉનાળાનો મુખનો તહેવાર હોવાથી ગરમી કેવી રહેશે અને વાયુ ચક્ર કહેવાય રહેશે. તેનો બોધ કરતું હોય છે. ત્યાર પછી અખાત્રીજના પરોઢિયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારું માનવામાં આવે છે.
હોળી પ્રગટાવ્યા બાદ કેટલા સમય સુધી પવન જોવાનો?
સામાન્ય રીતે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવામાં આવે છે. જોકે આ રીત સાચી નથી. જોકે હોળીનો પવન જોવાનો હોય છે. સૂર્યાસ્ત થઈ ગયા પછી 96 મિનિટ સુધી હોળીનો પવન જોવાનો હોય છે. એવું અનુમાન છે કે, હોળીના દિવસે પવન સામાન્ય રીતે પશ્ચિમ તરફનો કે વાયવ્ય અને ઉત્તર તરફનો રહી શકે અને રાતે પવન બદલાઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
Ambalal Patel જણાવ્યું છે કે, હોળી ઉનાળાનો મુખનો તહેવાર હોવાથી ગરમી કેવી રહેશે અને વાયુ ચક્ર કહેવાય રહેશે. તેનો બોધ કરતું હોય છે. ત્યાર પછી અખાત્રીજના પરોઢિયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારું માનવામાં આવે છે.